આમ તો તમામ પ્રકારના ડ્રાય ફ્ર્ટ્સ આપણી તબિયત માટે ફાયદાકારક હોય છે. પણ ખજૂરની વાત કંઈક અલગ જ છે. ખજૂર એક એવુ ફળ છે, જે હજારો વર્ષથી મનુષ્યની ભૂખ સંતોષતુ આવ્યુ છે. ખજૂર, તાડ પ્રજાતિનું એક વૃક્ષ છે. જેની ખેતી મુખ્યત્વે ખાડી દેશોમાં થાય છે. આ જ કારણ છે કે, ખાડી દેશોના લોકો મોટા પાયે ખજૂર ખાતા હોય છે. ભારતમાં તે ફક્ત ગણ્યા ગાંઠ્યા રાજ્યોમાં થાય છે. જેમાં રાજસ્થાન, ગુજરાત, તમિલનાડૂ અને કેરલ શામેલ છે. ખજૂરનું ઝાડ 25 મીટર સુધી ઉંચે જાય છે. જ્યાં સૌથી ઉપરના ભાગે તેને ફળ આવે છે. જે ઝાડની ડાળીઓમાં લૂમ આવતી હોય છે. જેને એક એક કરીને તોડવામાં આવે છે.
એક ખજૂરનો આકાર સિલેન્ડરની માફક હોય છે. જેની સાઈઝ એક ઈંચથી 3 ઈંચ સુધીની હોય છે.
ખજૂરમાં કેટલાય પ્રકારના પોષક તત્વો મળે છે.તેમા કાર્બોહાઈડ્રેટ્સ, ફાઈબર, પ્રોટિન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, આયરન અને વિટામીન બી 6 હોય છે. ઉપરાંત તેમાં એન્ટીઓક્સિડેંટ્સ પણ હોય છે. જે કેટલાય રોગ સામે લડવામાં શક્તિ આપે છે. મોટા ભાગે ખજૂરની ડિમાન્ડ રમઝાન પર વધારે હોય છે. રમઝાન પર રોઝા ખોલનારા લોકો ખજૂરથી જ રોઝા ખોલતા હોય છે. ખજૂર આપણને ઈસ્ટેંટ એનર્જી આપે છે.
જેમકે અમે તમને હમણાં જ કહ્યું છે કે કાર્બોહાઈડ્રેટ, ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, આયર્ન અને વિટામિન બી 6 જેવા ઘણા પોષક તત્વો ખજૂરમાં જોવા મળે છે. આ સિવાય તેમાં એન્ટીઓકિસડન્ટ ગુણ પણ છે. નિયમિત રીતે ખજૂરનું સેવન કરવાથી આપણને ઘણા આરોગ્ય લાભ થાય છે. તે આપણા હાડકાંને મજબૂત બનાવે છે, તે આપણી આંખો માટે પણ ખૂબ ફાયદાકારક છે, તે આપણી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે, તે હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક છે, તે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે, તે બ્લડ શુગરમાં પણ મદદ કરે છે અને તે વજનને નિયંત્રણમાં રાખે છે, તે શરીરમાં આયર્નની ઉણપનું નથી રહેતી. આ સિવાય તે આપણા વાળ અને ત્વચા માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે. જો કે, ખજૂર અંગે પણ સાવધાની રાખવી જોઈએ. ધ્યાનમાં રાખો કે ખજૂર ક્યારેય વધારે પ્રમાણમાં ન ખાવી જોઈએ, નહીં તો તે ઘણી રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો