ફાયદા કારક/કેન્સર, ડાયાબિટીસ,બીપી અને હાર્ટ માટે બેસ્ટ છે ચેરી...


• ચોમાસામાં આવતી ચેરી ચોક્કસથી ખાવી જોઈએ.
• ચેરી ખાવાથી ગંભીર રોગો દૂર રહે છે.
• ચેરીમાં ભરપૂર પોષક તત્વો રહેલાં છે.

ચેરી પીળા રંગથી લઈ લાલ સુધી એમ અલગ-અલગ શેડ્સમાં આવે છે. જેમાંથી લાલ ચેરીમાં સૌથી વધારે વિટામિન્સ હોય છે. તેમાં વિટામિન એ, બી, સી અને ઈ સહિત કેટલાક મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં મળી રહે છે. રોજ ચેરી ખાવાથી વજન કંટ્રોલમાં રહેવાની સાથે ઘણી બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે. જો તમે ચેરી ના ખાતાં હોવ તો એકવાર આ ફાયદા જાણી લો.
આંખો માટે છે બેસ્ટ

ચેરીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ હોય છે. જે આંખો સંબંધી સમસ્યાઓ સામે રક્ષણ કરે છે. મોતિયાથી બચવા રોજ ચેરી ખાવી જોઈએ.

યાદશક્તિ વધારે છે

જે લોકોની યાદશક્તિ ઓછી છે અથવા તો વસ્તુઓ મૂકીને ભૂલી જાય છે તેમણે પણ ચેરીનું સેવન કરવું. તેમાં રહેલાં ગુણો મગજને તેજ બનાવે છે.

અનિદ્રાથી છુટકારો

ચેરીમાં મેલાટોનિન હોય છે. જે અનિદ્રાની સમસ્યાથી રાહત અપાવે છે. રોજ સવાર સાંજ 1 ગ્લાસ ચેરીનો જ્યૂસ પીવાથી સારી ઉંઘ આવે છે.

હાડકાં મજબૂત બનાવે છે

ઘણાં લોકોને હાથ પગના હાડકાઓમાં દર્દ રહે છે અને શરીરમાં દુખાવો પણ થાય છે. આવી સમસ્યાઓમાં રોજ ચેરી ખાવાથી ફાયદો થાય છે.

કેન્સર

ચેરીમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાં રોગો સામે લડવાની શક્તિ વધારે છે. સાથે જ તેમાં ફિનોનિક એસિડ અને ફ્લેવોનોઈડ્સ હોય છે. જે કેન્સર જેવી ગંભીર બીમારી સામે રક્ષણ કરે છે.

હાર્ટ માટે

ચેરીમાં આયર્ન, ઝિંક, મેંગ્નીઝ, પોટેશિયલ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. સાથે જ તેમાં બીટા કેરોટીન પણ હોય છે. જે હાર્ટ સંબંધી બીમારીઓને દૂર રાખે છે.

બીપી, ડાયાબિટીસ, વેટ લોસ અને સ્કિન માટે બેસ્ટ

ચેરી શરીરમાં સોડિયમની માત્રા ઘટાડી દે છે. જેથી તેના કારણે બીપી કંટ્રોલમાં રહે છે. આ સાથે જ ચેરી ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સ્કિનમાં નિખાર લાવે છે અને ડેડ સેલ્સ હટાવે છે. વેટ લોસ કરતા લોકો માટે પણ ચેરી બેસ્ટ ફાયદા આપે છે.

ટિપ્પણીઓ